હળવદ તાલુકાના સુખપર ગામ નજીક પુલ ઉપર અચાનક બાઇક આડે ગાય આવી જતા બાઈક ટ્રેક્ટર-ટ્રોલીની પાછળ અથડાયુ હતું. અકસ્માતમાં બાઈકચાલકને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું.
હળવદ તાલુકાના સુખપર ગામે માળીયા-ધ્રાંગધ્રા હાઇવે પર આવેલા પુલ ઉપર અકસ્માતમાં પ્રવિણભાઈ બાબુભાઈ મકવાણા ઉવ.૩૯ રહે. નલિયાટીબા કચ્છ વાળાનું મોત નીપજ્યું હતું. જેમાં ટ્રેક્ટર-ટ્રોલી પાછળ બાઈક લઈને જઈ રહેલા મૃતક પ્રવિણભાઈના બાઇક સામે અચાનક ગાય આવી જતા બાઈક ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાયુ હતું. અકસ્માતમાં કપાળ અને નાકના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમને હળવદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે પ્રવિનભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે હળવદ પોલીસે અ. મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.






