હળવદ સરકારી હોસ્પિટલમાં અનેક પ્રશ્નોને લઇને દર્દીઓમાં ભારે રોષ જોવા મળી રહયો છે. જેમાં એક તરફ સરકારી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહેતી હોય છે. તો બીજી તરફ ડિલિવરી માટે આવતી મહિલાઓને ખુલ્લામાં ઇન્જેક્શન આપતા હોવાથી દર્દીઓમાં રોષ ની લાગણી જોવા મળી રહી છે.
મળતી માહિતી અનુસાર, હળવદની સરકારી હોસ્પિટલમાં એક બાજુ જ્યાં ત્યાં મેડિકલ વેસ્ટ અને કચરાના ઢગ દેખાય છે. તો બીજી તરફ સગર્ભાઓ અને પ્રસુતા મહીલા દદીઓઓને માથા શરમથી ઝૂકી જાય તેમ ખાટલે ખાટલે પડદા ખોટ નજરે પડી રહી છે. જેથી સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મહિલાઓ ક્ષોભમાં મુકાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે દર્દીઓમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે કમિશન અને કટકી બાજોના પાપને કારણે પડદા લગાવાતા નથી. સરકાર દ્વારા હોસ્પિટલમાં લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. છતાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. ત્યારે સરકારને શરમ અપાવતા હળવદ હોસ્પિટલ તંત્રએ પ્રત્યેક બેડમાં સગર્ભા અને પ્રસુતાઓની પ્રાઇવેન્સી જળવાઈ રહે અને સાથે મેન્ટલી શાંતિ મળે તેમજ અન્યનું દુઃખ જોઈ પોતે દુઃખી ન બને તે માટે અને પોતાના સ્વાસ્થ્ય પર ઉપર અસર ન પડે તે માટે પડદા તાત્કાલિક ફીટ કરવામાં આવે તેવી માંગ દર્દીઓમાં ઉઠી રહી છે.