Wednesday, November 27, 2024
HomeGujaratમોરબીમાં દલિત પરિવાર સાથે ભોજન કરી મંત્રી બ્રિજેશ મેરજાએ સંવિધાન દિવસની ઉજવણી...

મોરબીમાં દલિત પરિવાર સાથે ભોજન કરી મંત્રી બ્રિજેશ મેરજાએ સંવિધાન દિવસની ઉજવણી કરી

મોરબી ખાતે સંવિધાન દિવસની ઉજવણીમાં રાજયના પંચાયત, શ્રમ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાએ ભાગ લીધો હતો. ત્યારબાદ તેમના મોરબી ખાતેના નિવાસસ્થાન નલંદા કેમ્પસ વિરપર ખાતે દલિત પરિવારના શાંતુબેન દિનેશભાઇ ચાવડા તેમજ દેવુબેન ગોકળભાઇના પરિવારનું સાલ ઓઢાળીને ગૌરવભેર સન્માન કરેલ એટલુ જ નહિ પણ તેમના પરિવાર સાથે કલાકો સુધી સમય વિતાવ્યા હતો. સાથે-સાથે તેમના પરિવાર સાથે ચા, નાસ્તો તેમજ ભોજન લીધુ હતું. આ ઉપરાંત તેમના પરિવારની ક્ષેમકુશળતા અંગેની પૃચ્છા કરી હતી. આમ, સંવિધાનના સર્જક એવા ડો.બાબાસાહેબ આંબેડકરની વંચિતોના વિકાસની જે ખેવના હતી તેને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા બ્રિજેશ મેરજાએ સરાહનીય પગલું ભર્યુ હતું.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!