Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીમાં કોઈપણની દાદાગીરી કે લુખ્ખાગીરી ન ચલાવી લેવા પોલીસને સૂચના આપતા મંત્રી...

મોરબીમાં કોઈપણની દાદાગીરી કે લુખ્ખાગીરી ન ચલાવી લેવા પોલીસને સૂચના આપતા મંત્રી બ્રિજેશ મેરજા

મોરબી તાલુકાનાં પીપળી રોડ અને જેતપર મચ્છુમાં તાજેતરમાં જે ઘટના બની છે તે અન્વયે જિલ્લા પોલિસ વડા રાહુલ ત્રિપાઠીને મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાએ ખાસ તાકીદ કરીને સૂચના આપી છે કે કોઈપણ સંજોગોમાં મોરબીમાં કોઈપણ ચમરબંધીની લૂખાગીરી કે દાદાગીરી નહીં ચલાવી લેવાય. હાલ જ્યારે સિરામિક ઉધ્યોગકારોએ ઓધ્યોગિક એકમોનું સ્વેચ્છીક શટ ડાઉન કરેલ છે ત્યારે આ બંધ કે ચાલુ કારખાનાઓમાં પણ પૂરી સુરક્ષા જળવાઈ રહે અને સામાન્ય નાગરિકથી માંડીને ઉધ્યોગકારોની પણ પૂરી સલામતી બની રહે તે જોવા પોલિસ સતત ખડે પગે રહે તેવું પણ બ્રિજેશ મેરજાએ પોલિસને જણાવ્યુ છે. આમ મોરબી જીલ્લામાં ક્યાંય પણ કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃતિઓ કે બદીઓ નેસ્ત નાબૂદ કરવામાં આવે તે માટે બ્રિજેશ મેરજા દ્વારા મોરબી જિલ્લા પોલીસ તંત્રને તાકીદ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!