બોરીયા પાટી નજીક નાળા પાસેની ઘટના: ૩૫ વર્ષીય યુવકને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો.
મોરબીના રવાપર-લીલાપર રોડ પર બોરીયા પાટી બજરંગ સર્કલના નાળા પાસે કેનાલના પાણીમાં ડૂબી જતાં નેપાળના મૂળ વતની ૩૫ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું.
મોરબીના રવાપર રોડ પર બોનીપાર્ક બહુચર પેલેસમાં નીચેની ઓરડીમાં રહેતા અને મૂળ નેપાળના કાલીકોટ જીલ્લાના મુમરા વિસ્તારના વતની ચંદ્ર મનસિંગ તીરૂવા ઉવ.૩૫ ગઈકાલ તા. ૦૯/૧૦/૨૦૨૬ના રોજ બપોરના આશરે બે વાગ્યાના અરસામાં રવાપર-લીલાપર કેનાલ રોડ પર બોરીયા પાટી બજરંગ સર્કલના નાળા પાસે કોઈ કારણસર કેનાલમાં પડી જતાં પાણીમાં ડૂબી ગયા હતા. તેમને ૧૦૮ મારફતે મોરબીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






