Saturday, October 10, 2026
HomeGujaratસરવડમાં વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું, વિદ્યાર્થીઓએ વિવિધ મોડેલ રજૂ કર્યા

સરવડમાં વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું, વિદ્યાર્થીઓએ વિવિધ મોડેલ રજૂ કર્યા

‘ટકાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન’ થીમ પર SVS માળિયા તાલુકાની શાળાઓના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા દર્શાવી

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના સરવડ ગામે કે.પી. હોથી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ખાતે તા. 10 ઓક્ટોબર, શનિવારના રોજ વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2026-27નું આયોજન કરવામાં આવ્યું હતું. GCERT ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, મોરબી અને માતૃશ્રી રામબાઈમા શાળા વિકાસ સંકુલ-માળિયા (મી) દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં SVS માળિયા તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

‘ટકાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન’ની થીમ પર યોજાયેલા આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણને લગતા વિવિધ મોડેલ અને પ્રયોગો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે, સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે અને નવીન વિચારોને વેગ મળે તેવા હેતુથી આ પ્રદર્શન યોજાયું હતું.

આ ઉપરાંત વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીમિત્રોએ ભાગ લીધો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓના મોડેલ નિહાળ્યા હતા અને તેમની વૈજ્ઞાનિક વિચારશક્તિ, મહેનત તથા સર્જનાત્મકતાને બિરદાવી હતી.પ્રદર્શનના માધ્યમથી વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક મળી હતી. આવા શૈક્ષણિક આયોજનો વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવા, નવીન સંશોધન માટે પ્રેરણા આપવા અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરક બની રહે છે.કાર્યક્રમના આયોજનમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, મોરબી, માતૃશ્રી રામબાઈમા શાળા વિકાસ સંકુલ-માળિયા (મી) તથા કે.પી. હોથી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય, સરવડના આયોજકો અને શિક્ષકગણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

કાર્યક્રમમાં સરવડ ગ્રામ પંચાયતના સરપંચ નવનીતભાઈ સરડવા, SVS માળિયા તાલુકાના કન્વીનર જે.જી. ચાવડા, SVS ટંકારા તાલુકાના કન્વીનર બી.કે. જીવાણી, કુંતાસી હાઈસ્કૂલના આચાર્ય એસ.એન. ગોરિયા, ગણિત-વિજ્ઞાનના શિક્ષક અને નિર્ણાયક વિશાલભાઈ બરાસરા, માળિયા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન મનુભાઈ ખાંડેખા, ઉપસરપંચ હિતેશભાઈ વિરમગામા, સરવડ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અરુણભાઈ સરડવા તેમજ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ધનજીભાઈ સરડવા ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!