મોરબી ખાતે સિવિલ હોસ્પિટલમાં કાર્યરત થયેલ લેબની ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ગઈકાલે રૂબરૂ મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની મોરબીની મુલાકાત દરમ્યાન આ લેબ અતિ આવશ્યક હોવાથી તેમણે કરેલ જાહેરાત મુજબ આ લેબ તુરંત જ શરુ થાય તે માટે તેનું છેલ્લા ત્રણ દિવસથી સતત ફોલોઅપ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ લીધું હતું.
સાથોસાથ લેબોરેટરીની મુલાકાત દરમ્યાન ડો.અરુણભાઈ ટાંક, ડો. હિમાધ્રીબેન અને ડો. શૈલીબેને જણાવ્યું હતું કે આ લેબોરેટરી પ્રારંભિક તબ્બકે 50 થી લઈ 1500 પરીક્ષણો કરવાની ક્ષમતા ધરાવે છે. આથી હવે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતેની લેબોરેટરીમાં કોરોના ટેસ્ટીંગ થશે અને દર્દીઓનાં સેમ્પલ રાજકોટ-જામનગર મોકલવા નહીં પડે અને રિપોર્ટ પણ ૨૪ કલાકમાં મળી જશે .