Saturday, May 2, 2026
HomeGujaratમોરબી-૨: ત્રાજપર ખારી સ્થિત રહેણાંક મકાને સીડી પરથી પડી જતાં પ્રૌઢનું મોત

મોરબી-૨: ત્રાજપર ખારી સ્થિત રહેણાંક મકાને સીડી પરથી પડી જતાં પ્રૌઢનું મોત

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ પોતામાં રહેણાંક મકાનમાં સીડી પરથી અકસ્માતે પડી જતા માથામાં ગંભીર ઇજા થતાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, મૃતક મહેશભાઈ ઘોઘાભાઈ સનુરા ઉવ.૫૦ રહે.સમાકાંઠે ત્રાજપર ખારી મોરબી-૨ વાળા ગઈકાલ તા.૦૧/૦૫ ના રોજ પોતાના રહેણાંક મકાનમાં સીડી પરથી પડી જતા માથામાં ગંભીર ઇજા થઈ હતી. જેથી પતિવારજનો તેઓને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે તેઓને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. ત્યારે સમગ્ર મૃત્યુના બનાવ અંગે પોલીસે અ.મોત રજીસ્ટર કરી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!