Saturday, May 2, 2026
HomeGujaratહવે પદ મેળવવાની રેસ :મોરબીમાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં ૩૭૯ દાવેદારો આગળ આવ્યા:મનપા...

હવે પદ મેળવવાની રેસ :મોરબીમાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં ૩૭૯ દાવેદારો આગળ આવ્યા:મનપા ના પ્રથમ મેયર,ડેપ્યુટી મેયર બનવા હરિફાઈ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા વિવિધ પદો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ ૩૭૯ જેટલા દાવેદારોએ પોતાની રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે. મોરબી મહાનગરપાલિકા, બે નગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ પાંચ તાલુકા પંચાયતના હોદેદારો માટે આ પ્રક્રિયા યોજાઈ હતી.

- Advertisement -
- Advertisement -

નવી બનેલી મોરબી મહાનગરપાલિકામાં પ્રથમ મેયર બનવા માટે ૬ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે, જ્યારે ડેપ્યુટી મેયર પદ માટે ૫ લોકો વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. આ કારણે શહેરમાં રાજકીય ગરમાવો વધ્યો છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો અહીં પ્રમુખ પદ SC અનામત હોવાથી રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ભાજપ પાસે બહુમતી હોવા છતાં SC અનામત બેઠક પર ભાજપનો ઉમેદવાર હારતા કોંગ્રેસના ઉમેદવાર પ્રમુખ બનવાની સ્થિતિ ઊભી થઈ છે. આ સમગ્ર મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયાએ જણાવ્યું હતું કે, પક્ષ આ બાબતે ગંભીર ચર્ચા-વિચારણા કરી રહ્યો છે અને આગળ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. હાલ સમગ્ર જિલ્લામાં રાજકીય ચહલપહલ તેજ બની છે અને આગલા દિવસોમાં મહત્વના નિર્ણયોની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!