મોરબીના નવલખી રોડ સ્થિત શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધ રમેશભાઈ મહાદેવભાઈ બજાણીયાએ ગઈકાલ ૧૧ જૂનના રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં તેમને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ બી ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.






