પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના હાઉસિંગ બોર્ડ ૠષીકેશ સ્કુલની પાછળ અરીહતનગરમાં રહેતા રાજભાઈ પીયુશભાઇ ઉર્ફે ખારો કુંવરિયા (ઉ.વ.૧૮) એ આરોપી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૬નાં રોજ લખધીરપુર રોડ પર કોરલ ગોલ્ડ સિરામિક સામે અજાણ્યા ટ્રક ટેલરના ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે ચલાવીને સામેથી આવતા હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઈક નં. જીજે-૩૬-એન-૧૧૮૦ ને હડફેટે લેતા ફરિયાદી રાજભાઈ સાથેના બાઈક ચાલક વિજયભાઈને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રકચાલક પોતાનો ટ્રક લઇ નાશી છુટ્યો હતો. મોરબી તાલુકા પોલીસે અકસ્માતનાં બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.