Thursday, December 26, 2024
HomeGujaratમોરબી : નગરપાલીકા પુર્વ પ્રમુખ પર હુમલાનાં બનાવમાં ફરિયાદ નોંધાઈ

મોરબી : નગરપાલીકા પુર્વ પ્રમુખ પર હુમલાનાં બનાવમાં ફરિયાદ નોંધાઈ

બનાવની મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ અને હાલના સદસ્ય કેતન અમૃતલાલ વિલપરા(ઉ.વ.૩૫) એ ફરિયાદ નોંધાવી છે કે તેને ગયા વર્ષે લોકડાઉન સમયે આરોપી જીગર ઉર્ફે જીગો જીલુભાઈ ગોગરા (રહે. બોરીચાવાસ મોરબી) અને આરોપી જાવેદ અખ્તરભાઈ બ્લોચ (રહે-મકરાણીવાસ)ને સરદાર બાગ પાસેના પાણીના સમ્પ પાસે બેસવાનીનાં પાડેલ હોય જેનો ખાર રાખી ગત તા.૧૩નાં રાત્રે કેતનભાઈ પોતાના મિત્ર સાથે મોરબીના શનાળા રોડ ઉપર કન્યા છાત્રાલય નજીક જીઆઇડીસીના નાકે ઉભા હતા તે સમયે બાઈક પર આવી આરોપી જીગર ઉર્ફે જીગો ગોગરાએ છરી વડે ફરિયાદી કેતન વિલપરાના જમણા હાથની ટચલી આંગળીમાં ઈજા કરી તેમજ આરોપી જાવેદ અખ્તરભાઈ બલોચએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!