મારામારીનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવી પીપળી ગામે રહેતા સામાજીક કાર્યકર ગૌતમભાઇ સોમાભાઇ અંબાલીયા (ઉ.વ.૬૦) એ આરોપીઓ કેશુભાઇ મોતીભાઇ, જેન્તીભાઇ, માધવજીભાઇ કુંડારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદી સામાજીક આગેવાન હોય અને સમાજના હક્ક માટે અવાર નવાર અરજી કરતા હોય જે આરોપીઓને સારુ નહિ લાગતા ગત તા.૧૩ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામા આરોપીઓએ ફરીયાદીને પીપળી પાવર હાઉસ પાસે હોસ્ટેલમાં બોલાવી ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી પ્લાસ્ટીકના પાઇપ વડે ડાબા હાથમા તથા પડખામા મુંઢ માર મારી ઇજા કરી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.