પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા દિલીપ કોમલપ્રસાદ ગૌતમ નામનો યુવાન કોઈ કારણસર પગથિયાં ઉપરથી પડી જતા હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જે બાદ તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે તેમની સારવાર કારગત ન નિવડતા મોત થયુ હતું. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એસ.વી સોલંકી ચલાવી રહ્યા છે.