Monday, November 9, 2026
HomeGujaratમોરબી:મકનસર નજીક ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બાઈક ધડાકાભેર અથડાતાં યુવકનું મોત

મોરબી:મકનસર નજીક ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બાઈક ધડાકાભેર અથડાતાં યુવકનું મોત

મોરબી-વાંકાનેર હાઈવે પર અકસ્માતમાં પ્રેમજીનગરના રાહુલભાઈ કુંઢીયાને માથામાં ગંભીર ઈજા થતા, સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા

- Advertisement -
- Advertisement -

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર મકનસર ગામ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં ટ્રેક્ટરની પાછળ જોડેલી ટ્રોલીમાં બાઈક ધડાકાભેર અથડાતાં બાઈકચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

અકસ્માત અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના દેરાળા ગામના માવજીભાઈ સામાભાઈ ભડાણીયા ગઈ તા.૦૭/૧૧ના રોજ ટ્રેક્ટર રજી.નં. જીજે-૩૬-એસી-૦૮૪૬ સાથે ટ્રોલી રજી.નં. જીજે-૦૩-એવી-૪૪૧૧ જોડીને સરધારકા ગામની સીમમાંથી પશુઓ માટેનું નિરણ ભરી લાલપર દરીયાલાલ પ્લાઝા પાછળ આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ખાલી કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે બપોરે આશરે ૧૧:૪૫ વાગ્યે મકનસર ગામ પાસે ક્રિષ્ના વિજય કારખાના સામેના કટ પાસે પાછળથી પૂરઝડપે આવતું સ્પ્લેન્ડર બાઈક રજી.નં. જીજે-૩૬-એએસ-૮૨૬૩ ટ્રેક્ટરની ટ્રોલી સાથે ધડાકાભેર અથડાયું હતું.

અકસ્મતમાં બાઈકચાલક રાહુલભાઈ કુંઢીયા રહે. પ્રેમજીનગર તા.જી.મોરબી વાળાને માથામાં ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ટ્રેક્ટરચાલક માવજીભાઈ ભડાણીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક બાઈકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!