Sunday, July 12, 2026
HomeGujaratમોરબી: મહેન્દ્રનગર ચોકડી નજીક યુવકે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

મોરબી: મહેન્દ્રનગર ચોકડી નજીક યુવકે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી નજીક ૩૧ વર્ષીય યુવકે કોઈ કારણોસર જંતુનાશક દવા પી લેતા પ્રથમ મોરબી અને બાદમાં રાજકોટની હોસ્પિટલમાં સારવારમાં ખસેડતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હાલ બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી-૨માં પ્રભુકૃપા સોસાયટી પાછળ સોમનાથ પાર્કમાં રહેતા પાર્થભાઈ કાંતીલાલ મારડીયા ઉવ.૩૧ ગત ૧૦ જુલાઈની સવારે મહેન્દ્રનગર ચોકડી નજીક કોઈ અગમ્ય કારણોસર જંતુનાશક દવા પી લીધી હતી. જેથી બેભાન હાલતમાં તેમને પ્રથમ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સાર્થક હોસ્પિટલમાં રિફર કરાયા હતા. જ્યાં સારવાર કારગત ન નિવડતા પાર્થભાઈનું મોત નીપજ્યું હતું. હાલ સીટી બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી, યુવકે ઝેરી દવા પીવા પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!