બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર અશોકભાઇ જગદીશભાઇ ગોસ્વામી (ઉ.વ.૩૨ રહે. નાની વાવડી તા.જી મોરબી) ગઈકાલે તા. ૨૮નાં રોજ પાડા પુલ ઉપરથી નીચે પડી જતાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકનાં એએસઆઈ આર. એમ. ઝાલા ચલાવી રહ્યા છે.









