Friday, April 19, 2024
HomeGujaratમોરબી : લીલાપર રોડ પર પેપરમિલમાં લોડરચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી : લીલાપર રોડ પર પેપરમિલમાં લોડરચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

મુળ માળીયા તાલુકાનાં કુંભરીયા ગામનાં વતની અને હાલ લીલાપર ચોકડી નજીક વરીયા નળીયાનાં કારખાનાની ઓરડીમાં રહી મજુરી કામ કરતાં મનસુખભાઈ ઉર્ફે કાળુભાઈ લખમણભાઈ બાબરીયાએ ટ્રેકટર લોડર નં. જીજે-૧૫-બીબી-૫૧૯૧નાં ચાલક પ્રમોદભાઈ પાસવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તીર્થક પેપર મીલ કારખાના રાત્રીના બે વાગ્યાનાં અરસામાં લોડરચાલકે પોતાનું લોડર આગળ પાછળ જોયા વગર ગફલતભરી રીતે મનુષ્યની જીદગી જોખમાય તે રીતે ચલાવી ફરિયાદીનાં દિકરા અજય (ઉં.વ.૧૯)નું વેસ્ટ પેપર નાંખતો હોય ત્યારે બકેટમાં હડફેટે લઇ માંથામાં ગંભીર ઇજા કરી મોત નીપજાવ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!