Wednesday, June 10, 2026
HomeGujaratમોરબી:લેન્ડ ગ્રેબિંગ કેસમાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી:લેન્ડ ગ્રેબિંગ કેસમાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓ સામે હાથ ધરવામાં આવેલા વિશેષ અભિયાન દરમિયાન મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) અને પેરોલ-ફર્લો સ્કવોડને મહત્વની સફળતા મળી છે. ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લેન્ડ ગ્રેબિંગના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત એલસીબી મોરબી અને પેરોલ-ફર્લો સ્કવોડની ટીમ સક્રિયપણે કામગીરી કરી રહી હતી. તે દરમિયાન એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ કામગીરી બજાવી રહેલા હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ વાઘેલા અને પોલીસ કોન્સ્ટેબલ કૌશિકભાઈ મણવરને ચોક્કસ અને વિશ્વસનીય બાતમી મળી હતી કે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળના ગુનામાં ફરાર આરોપી અલ્તાફ અલીશા સરવદી વાંકાનેર વિસ્તારમાં છુપાયો છે. બાતમીના આધારે એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડની ટીમે વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી આરિફભાઈ મોગલના રહેણાંક મકાન ખાતે હાજર હોવાનું જણાતા પોલીસે તેને ઝડપી લીધો હતો. આરોપી સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ 3, 4(1), 4(3) અને 5(ગ) હેઠળ ગુનો નોંધાયેલ છે. છેલ્લા એક વર્ષથી પોલીસ પકડથી દૂર રહેલા આરોપીને ઝડપી લેવામાં આવતા તપાસ એજન્સીને મહત્વની સફળતા મળી છે. પકડાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ટંકારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!