મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાએ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોઢાણીયાને મોરબી જીલ્લામાંથી સગીરવયના બાળકોના થયેલ અપહરણના ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોઢાણીયાએ એ.એચ.ટી.યુ.ના સ્ટાફના માણસોને જરૂરી કાર્યવાહી કરવા સુચના કરતા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનનાં અપહરણનાં ગુનાના કામે ભોગબનનાર તથા આરોપી પુના મહારાષ્ટ્ર ખાતે હોવાની હકિકત પો.હેડ કોન્સ. નંદલાલ વરમોરાને મળતા પો.હેડ કોન્સ. દિલીપભાઇ ચૌધરી, સાથે પોલીસ ટીમ બનાવી પુના, મહારાષ્ટ્ર ખાતે તપાસમાં મોકલતા આરોપી મંગેશઘનશ્યામરાવ વાઘબુદે (રહે. હાલ પુના ચીખલી, તમાને બસ્તી, ગણેશ હાઉસીંગ સોસાયટી પોલીસ સ્ટેશન ચીખલી (મહારાષ્ટ્ર) મુળ ગામ બૈલોના વોર્ડ નં-૦૫ તા.નરખેડ જી.નાગપુર (મહારાષ્ટ્ર)) વાળાને તથા ભોગબનનારને શોધી કાઢવાની સફળતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને મળતા બન્નેના કોવિડ-૧૯ સંબંધી જરૂરી મેડીકલ તપાસણી કરાવી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આમ, મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને સવા ત્રણ વર્ષ પહેલા મોરબી પખાલીશેરી બારશાખ રાજપુત શેરીમાંથી સગીરવયની બાળાનું અપહરણ કરનાર આરોપી તથા ભોગબનનારને શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે.
આ કામગીરી એમ.આર.ગોઢાણીયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર A.H.T.U મોરબી, ASI હીરાભાઇ ચાવડા, રંજનીકાંત કેલા, સંજયભાઇ પટેલ, HC દિલીપભાઇ ચૌધરી, દશરથસિંહ ચાવડા, ફુલીબેન તરાર, PC નં દલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા રણવિરસિંહ જાડેજા વિ. દ્વારા કરવામાં આવેલ છે.