મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ સામાન્ય માણસો સાથે છેતરપીંડી તથા વિશ્વાસધાત કરી ગુન્હાઓ આચરવાની ટેવ વાળા વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવાની સુચના મોરબી બી ડીવીઝન પી આઈ આઈ એમ કોઢિયાને મળતા બી ડીવીઝન પોલીસની ટીમે મોરબી પોલીસ મથકમાં યશપાલ ઉર્ફે યશરાજ વાસુદેવભાઈ નિમાવત (ઉ.૨૦) રહે-વસુંધરા એપાર્ટમેન્ટ જી.આઈ.ડી.સી વાળા વાળા વિરુદ્ધ છેતરપીંડી તથા વિશ્વાસધાતના ગુન્હા નોંધાયા છે જેથી પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી કરી આરોપી યશપાલને અટક કરીને પાસા હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે સાથે અન્ય ગુનાઓમાં સંડોવણી ધરાવેલ છે કે કેમ એ પણ તપાસ હાથ ધરી છે જેમાં હાલ પાસા હેઠળ ધકેલવામાં આવેલ આરોપી યશપાલ અને યુવરાજ બન્ને જૂડવા છે ત્યારે મોરબીમાં અનેક સીરામીક એકમો સાથે માલ ભરી પેમેન્ટ ન ચૂકવી છેતરપીંડી અચરેલી છે જેમાં મોરબી તાલુકા પોલીસમથકમાં ગુના પણ નોંધાયા છે ત્યારે
મોરબી બી ડીવીઝન પોલીસની આ કામગીરીમાં પી આઈ આઈ એમ કોઢિયા, પીએસઆઈ એલએનવાઢીયા, પ્રદીપસિંહ ઝાલા, લાલભા ચૌહાણ, પ્રભાતભાઈ ગોહેલ સહિતની ટીમ જોડાઈ હતી.