Friday, May 3, 2024
HomeGujaratમોરબી : મકરાણીવાસમાં મોટર સાઈકલ લેવા ગયેલ યુવાનને માર મારી ધમકી આપ્યાની...

મોરબી : મકરાણીવાસમાં મોટર સાઈકલ લેવા ગયેલ યુવાનને માર મારી ધમકી આપ્યાની નોંધાઈ ફરિયાદ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના આસ્વાદ પાનવાળી શેરીમાં રહેતા શકીલભાઇ મહેબુબભાઈ વિકીયા (ઉ.વ ૨૧)એ આરોપી મંજુરહુશેન ઈકબાલભાઈ જીંદાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાનું મોટર સાઈકલ લઇ રમીદભાઈ દલનું મોટર સાઈકલ મકરાણીવાસ ખાતે હોય જે લેવા માટે જતા હતા ત્યારે આરોપી મંજુરહુશેન ઇકબાલભાઈ જિંદાણી (રહે. મતવાસ મોરબી)એ ફરિયાદી શકીલભાઇને ગાળો આપી જેથી ગાળો દેવાની નાં પાડતા ફરિયાદી શકીલભાઇનું મોટર સાઈકલ ઉભું રાખેલ અને ઝપાઝપી કરી આરોપી મંજુરહુશેનએ હાથમાં રહેલ લોખંડના પાઈપ વડે માથામાં માર મારી ઈજા કરી મોટર સાઈકલને નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!