Sunday, April 28, 2024
HomeGujaratમોરબી : મકનસર ગામે પ્રેમ સબંધનો ખાર રાખી કારમાં તોડફોડ કરી યુવાનના...

મોરબી : મકનસર ગામે પ્રેમ સબંધનો ખાર રાખી કારમાં તોડફોડ કરી યુવાનના પરિવાર ઉપર હુમલો કર્યાની નોંધાઈ ફરિયાદ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મકનસર ગામે આવેલ રેલ્વે ફાટકની બાજુમા રહેતા હિતેશભાઇ દિનેશભાઇ મકવાણા (ઉ.વ. ૨૩) એ આરોપીઓ પ્રવિણભાઇ જમનદાસ પરમાર, જમનદાસ પરમાર, જમનદાસ પરમારની દિકરી હકીબેન પરમાર, ભાનુબેન પ્રવિણભાઇ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના નાનાભાઇ પંકજભાઇને આરોપીની દિકરી સાથે પ્રેમ સંબંધ હોય. જેનાથી તેઓ રાજી ન હોય. જેથી, તે બાબતનો ખાર રાખી ગઈકાલે તા. ૬ ના સવારના સાડા આઠેક વાગ્યે ફરીયાદી તથા તેના દાદા-દાદી તથા બા એમ બધા તેમની સેન્ટ્રો કાર નં. જીજે-૩૬-એલ-૦૬૭૯ લઈને મકનસર ગામે આવેલ ક્રિષ્ના પ્રોવિઝન દુકાન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ ગાડીના કાચ તોડી નુકશાન કરી ફરીયાદીને ગાળો આપી લોખંડનો પાઇપ જમણા હાથમા મારી ફ્રેક્ચર જેવી ઇજા કરી તથા ફરી વખત તે રસ્તે નીકળશે તો જીવતા સળગાવી દઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદ આધારે તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!