Thursday, January 16, 2025
HomeGujaratચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષ ની કેદ અને બમણી રકમ ભરવાની...

ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષ ની કેદ અને બમણી રકમ ભરવાની સજા ફટકારતી મોરબી કોર્ટ

મોરબીના ચીફ જયુડીશીઅલ મેજીસ્ટ્રેટ એ. એન. વોરા ની કોર્ટ દ્વારા ચેક રીટર્ન ના કેસમાં મહત્વનો ચુકાદો આપેલ હતો.

- Advertisement -
- Advertisement -

જેમાં આ કેસ ની વિગત મુજબ મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા મનજીભાઈ ડાયાભાઈ પડસુંબીયાએ વર્ષ ૨૦૧૪ માં મોરબી રહેતા જીજ્ઞેશગીરી વિનોદગીરી ગોસ્વામી પાસેથી અંગત જરૂરીયાત માટે સંબંધના દાવે રૂા. ૪,૨૫,૦૦૦/– હાથ ઉછીના લીધેલ હતા જે લીધેલ રકમ પરત આપવા માટે મનજીભાઈએ ફરિયાદી ને રૂા. ૪,૨૫,૦૦૦/– ચેક આપેલ હતો જે ચેક ફરિયાદી દ્વારા બેન્ક માં નાખતા ચેક બાઉન્સ થયો હતો જેથી ફરિયાદી જીજ્ઞેશભાઈએ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટસ એકટ ની કલમ ૧૩૮ મુજબ મોરબીના ચીફ જયુડીશીઅલ મેજીસ્ટ્રેટ ની કોર્ટમાં વર્ષ ૨૦૧૪ માં ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવી હતી જેનો ગઈકાલે ચુકાદો આવ્યો હતો .

જેમાં ફરિયાદી પક્ષે રોકાયેલ વકીલ ચિરાગભાઈ ડી. કારીયા અને રવિભાઈ કે.કારીયા ની ધારદાર દલીલો ને આધારે મોરબીના મહે. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ એ.એન. વોરા ની કોર્ટ દ્વારા આરોપીને કસુરવાર ઠરાવી ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની બમણી રકમ એટલે કે રૂા. ૮,૫૦,૦૦૦/– નો દંડ અને દંડની રકમ ચૂકવવામાં કસૂર કર્યેથી બીજા ૯૦ દિવસની કેદની સજા અને દંડની રકમમાંથી ફરીયાદીને ઉપરોક્ત ફરીયાદ વાળા ચેકની રકમ તથા ચેકની રકમ ઉપર વાર્ષિક ૯% લેખે વ્યાજની રકમ ફરીયાદીને ચૂકવી આપવાનો મહત્વનો ચુકાદો આપ્યો હતો .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!