Saturday, August 8, 2026
HomeGujaratમોરબીના માળિયા CHC કેન્દ્રના વર્ગ-3 કર્મચારીને લાંચ કેસમાં પાંચ વર્ષની સખત કેદ...

મોરબીના માળિયા CHC કેન્દ્રના વર્ગ-3 કર્મચારીને લાંચ કેસમાં પાંચ વર્ષની સખત કેદ ફટકારતી મોરબી કોર્ટ

મોરબી:વર્ષ ૨૦૦૯માં માળિયા CHC સેંટર ખાતે ફરજ બજાવતા વર્ગ-3 કર્મચારી સામે નોંધાયેલા લાંચના કેસમાં મોરબીની કોર્ટ દ્વારા ધાક બેસાડતો મહત્વનો ચુકાદો આપ્યો છે.જેમાં આરોપી પ્રવિણકુમાર હાજાભાઈ વાઘા, ઉંમર 46 વર્ષ,ને દોષિત ઠેરવી 5 વર્ષની સખત કેદની સજા અને રૂ.10,000નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરવામાં આવે તો વધુ એક માસની કેદ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

ફરિયાદની વિગતો મુજબ, માળિયા CHC ખાતે સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા ફરિયાદીએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ હક્ક રજા, જીપીએફ, વીમા સહિતના લાભોના બિલ મંજૂર કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી. આ કામ માટે આરોપી નં.1 દ્વારા ફરિયાદી પાસેથી રૂ.15,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદીએ રૂ.10,000 તા.27-06-2009ના રોજ અને રૂપિયા 5000 તા.29-06-2006 ના રોજ આપ્યા બાદ ફરી રૂ.5,000ની માંગણી કરવામાં આવી હતી.

ત્યારબાદ ફરિયાદી દ્વારા એસીબી નો સંપર્ક કરતા રાજકોટ એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં તા.4/09/2009 રોજ લાંચની રકમ અંગે કાર્યવાહી થઈ હતી. કેસની હકીકત મુજબ આરોપી નં.1 દ્વારા લાંચની રકમ માંગવામાં આવી હતી અને આરોપી નં.2 મારફતે રકમ સ્વીકારવામાં આવી હોવાનું અદાલતી દસ્તાવેજમાં નોંધાયું છે. સમગ્ર મામલે ફરિયાદના આધારે રાજકોટ ACB પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ કેસમા કોર્ટ દ્વારા આઠ મૌખિક અને 42 દસ્તાવેજી પુરાવા અને મદદનીશ સરકારી વકીલ એન.ડી. કારિઆ ની દલીલોને સાંભળી અદાલતે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ આરોપી પ્રવિણકુમાર હાજાભાઈ વાજાને દોષિત ઠેરવી 5 વર્ષની સખત કેદ તથા રૂ.10,000નો દંડ ફટકાર્યો છે અને દંડ ન ભરે તો વધુ એક માસની સજા ભોગવવાનો હુકમ કરાયો છે સાથે જ આ કેસમાં કબજે કરાયેલા રૂ.5,000ના મુદામાલને સરકાર ખાલસા કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.આ ચુકાદો 08 ઓગસ્ટ 2025ના રોજ મોરબી ખાતે જાહેર કરવામાં આવ્યો હોવાનું દસ્તાવેજમાં દર્શાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!