Thursday, April 25, 2024
HomeGujaratઆગામી વિધાનસભા ચૂંટણી અનુસંધાને વધુ ત્રણ બુટલેગરોને પાસા કાયદા હેઠળ જેલમાં ધકેલતી...

આગામી વિધાનસભા ચૂંટણી અનુસંધાને વધુ ત્રણ બુટલેગરોને પાસા કાયદા હેઠળ જેલમાં ધકેલતી મોરબી પોલીસ

રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ અગામી યોજાનાર વિધાનસભા સમાન્ય ચુંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી થાય અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા ઇસમો ઉપર કડક કાર્યવાહીના ભાગરૂપે ઇસમો વિરુધ્ધ પાસા જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ કામગીરી કરતા દરમિયાન મોરબી પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ ત્રણ બુટલેગર ને પાસા કાયદા હેઠળ જેલમાં ધકેલ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ચૌહાણ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા ઇસમો વિરુધ્ધ અલગ-અલગ પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા ગેરકાયદેસર પ્રવૃતિની ગંભીરતા દાખવી યોગીરાજસિંહ ખોડુભા વાઘેલા, ધર્મેશભાઇ ઉર્ફે ધમો જગદીશભાઇ મેર અને ધનરાજસિંહ શાંતુભા મકવાણા નામના ત્રણ બુટલેગરો વિરુધ્ધ પામ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું અને જે પાસા વોરંટ ઇશ્યુ થયા બાદ ઇસમોને ક્રાઇમ બ્રાન્ચ મોરબી તથા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના માણસોની ટીમો દ્વારા પકડી પાડી અમદાવાદ તથા વડોદરા જેલ ખાતે મોકલી આપેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!