મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણ વધતુ અટકાવવા માટે જિલ્લા કલેકટર જે. બી. પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુપર સ્પ્રેડર્સ દ્વારા કોરોના સંક્રમણ ન ફેલાઈ તે માટે આવા સુપર સ્પ્રેડર્સે RTPCRનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવાનો રહેશે. આ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા સત્તાવાર જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર, હળવદ અને માળિયા નગરપાલિકા વિસ્તારમાં તેમજ રવાપર, મહેન્દ્રનગર, ત્રાજપર, અમરેલી, શક્ત શનાળા, જબલપુર ગામોના મહેસુલી વિસ્તારમાં સુપર સ્પ્રેડર્સે કોવિડ રિપોર્ટ નેગેટિવ હોવા બાબતનો RTPCR રિપોર્ટ ૧૦ દિવસથી વધુ સમયનો ન હોય તેવો ધંધા સ્થળે ફરજીયાત ઉપલબ્ધ રાખવાનો રહેશે. જે વ્યક્તિએ વેકસીનનો ડોઝ લીધો હશે તેને રિપોર્ટ રાખવાની જરૂર નથી. તે વ્યક્તિએ ડોઝ લીધાનું પ્રમાણપત્ર જરુર પડ્યે બતાવવાનું રહેશે. આ જાહેરનામું 10મે સુધી અમલમાં રહેશે.
કોને કોને રિપોર્ટ સાથે રાખવો પડશે ?
૧) શાકભાજીના છૂટક/ જથ્થાબંધ વેપારી
૨) હોટેલ/ રેસ્ટોરન્ટમાં કામ કરતા તમામ
૩) ખાણી પીણીના લારી ગલ્લાવાળા
રીક્ષા/ ટેક્ષી- કેબવાળા/ ભાડે ફરતા વાહનોના ડ્રાઇવર, ક્લીનર
૪) પાનના ગલ્લાવાળા/ ચાની કીટલી/ દુકાન
૫) હેર સલૂન તથા બ્યુટીપાર્લરમાં કામ કરતા લોકો
૬) ખાનગી સિક્યુરિટી એજન્સીના ગાર્ડસ તથા સ્ટાફ
૭) સ્વરોજગાર મેળવતા કારીગરો જેવા કે સુથાર, લુહાર, ઇલેક્ટ્રીશિયન, પ્લંબર, ટેકનીશિયનો વગેરે
૮) શોપિંગ મોલ અને શોપિંગ કોમ્પ્લેક્ષના વેચાણ વિતરણ કરતા લોકો