Friday, December 27, 2024
HomeGujaratમોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા શહીદ જવાનોના પરિવાર માટે ફાળો...

મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા શહીદ જવાનોના પરિવાર માટે ફાળો એકત્રિત કરાશે

તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં થયેલ જુદા જુદા આતંકી હુમલામાં ગુજરાતના ખેડા જિલ્લાના એક શહીદ, પંજાબના ત્રણ, ઉત્તરપ્રદેશના એક, કેરળના એક સહિત છ જવાનોએ મા ભારતી ભોમની રક્ષા કાજે શહાદત વહોરી છે.

- Advertisement -
- Advertisement -

આ શહીદ જવાનોના પરિવારજનોની મદદ કરવાના ભાવ સાથે ભક્તિ અને સેવાના ભેખધારી યુવાન, મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા આજે તા. 22 ને શુક્રવારથી સુપર માર્કેટ પાસે શ્રમ રોજગાર અને પંચાયત રાજયમંત્રી બ્રિજેશ મેરજા, રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન મગન વડાવીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, આરએસએસના વિપુલભાઈ અધારા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ફંડ એકત્ર કરવામાં આવશે. આ ભેગું થયેલું ફંડ શહીદ જવાનોના પરોવરજનોને પહોંચાડવામાં આવશે. જેમાં ઉદાર હાથે દાન આપવા આહવાન કરાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!