Friday, January 10, 2025
HomeGujaratમોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ તથા ભાજપ અગ્રણી દ્વારા મહેન્દ્રનગર ખાતે મહિલાઓના આર્થિક...

મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ તથા ભાજપ અગ્રણી દ્વારા મહેન્દ્રનગર ખાતે મહિલાઓના આર્થિક વિકાસ માટે સીવણ કલાસ શરૂ કરાયા

મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ અને ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા મહિલાઓ અને બાળકો અને મહિલાઓના આર્થિક અને સામાજીક ક્ષેત્રે વિકાસ અર્થે કામગીરી કરવામાં આવે છે જે અંતર્ગત મહેન્દ્રનગર ગામ ખાતે વિના મુલ્યે સીવણ ક્લાસ ચાલુ કરવા માં આવ્યા હતા અને મહિલાઓ ના આર્થિક અને સામાજીક ક્ષેત્રે પુરુષ સમોવડી સ્ત્રી સૂત્ર ખરા અર્થમાં સાર્થક થાય એ માટે તમામ મહિલાઓ અને બહેનોને તેના પ્રમાણ પત્ર પણ આપવામાં આવશે જેથી તે પોતાના પરિવાર માટે રોજગારી મેળવી શકે અને પર આશ્રિત ન રહે.

- Advertisement -
- Advertisement -

આ સીવણ કલાસ શરૂ કરવામાં મોરબી જીલ્લા પંચાયત ઉપ પ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા સહિતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સીવણ ક્લાસ ગંગાસ્વરૂપ વિધવા સહાય સમિતિના પ્રમુખ શારદાબેન દેવકારણભાઇ આદ્રોજાનાં નેજા હેઠળ મહેન્દ્રનગર , ઈન્દીરાનગર તેમજ જુદા જુદા છ વિસ્તારોમાં શરૂ કરવામાં આવ્યા છે આ સમયે મહેન્દ્રનગર ગામના સરપંચ રાજાભાઈ, તાલુકા પંચાયત સદસ્ય ભાવનાબેન જ્યંતિભાઈ , તાલુકા પંચાયત સદસ્ય રસીલાબેન સીપર , તાલુકા ભાજપ ઉપપ્રમુખ કેશુભાઈ કલોલા સહિત મહેન્દ્રનગર ગામના ગંગારામભાઈ ધોરીયાણી, મનસુખભાઇ આદ્રોજા , રાજેશ શેરસીયા , તાલુકા ભાજપ મંત્રી રીટાબેન તેમજ ગામ ના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોરબી ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલાએ સ્ત્રી સશક્તિકરણના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સિદ્ધાંતોને વળગી રહેવા અને તેને અનુસરીને મહિલાઓને પુરુષ સમોવડી ગણવા લોકોને અનુરોધ કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!