મોરબી જિલ્લામાં સમયાંતરે અવાર-નવાર દેશી તથા વિદેશી દારૂ ઉપર પોલીસ તંત્ર દ્વારા ધોંસ બોલાવી, મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. છતાં આરોપીઓ બેફામ બનીને મદિરા પાન કરવાના માર્ગ શોધી લે છે, પરંતુ પોલીસની બાજ નજરથી નથી બચી શકતા. ત્યારે મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે બે સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે શનાળા રૉડ જી.આઈ.ડી.સી.ના નાકા પાસે જાહેર રોડ પર શંકાના આધારે સ્પેલન્ડર મોટરસાઇકલને રોકી મોટરસાઇકલ ચાલક બળવંતભાઈ ગોવીદભાઈ ચાવડા (રહે મોરબી કબીર ટેકરી શેરી નં.૭)ની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા તેની તપાસ કરતા આરોપી પાસેથી રૂ.૩૭૫/-ઈ કિંમતની એક રોયલ ચેલેન્જની વિદેશી દારૂની બોટલ મળી આવતા પોલીસે આરોપીની અટકાયત કરી મોટરસાઇકલ મળી કુલ રૂ.૫૦,૩૭૫/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે કાશીયાગાળાથી રાજસ્થળી જતા રોડ પર ગાંગીયાવદરના બેઠા પુલ પાસે વોચ ગોઠવી GJ-13-AS-9040 નંબરની રૂ.૫૦,૦૦૦/-ની કિંમતની હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ ને પકડી પાડી મોટરસાઇકલના સાઇડ થેલામાં રાખેલ મેક ડોવેલ્સ નં.૧,કલેક્શન વ્હીસ્કીની રૂ.૩૭૫/-ની કિંમતની એક બોટલ તથા ૫૦-૫૦ ઓરેન્જ ફ્લેવર વોડકાની રૂ.૩૦૦/-ની કિંમતની એક બોટલ કબ્જે કરી મોટરસાઇક સવાર મહીપતભાઇ ભુપતભાઇ સરવૈયા (રહે.સરોડી તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર) તથા ગોપાલભાઇ વીનુભાઇ મેટારીયા (રહે.સરોડી તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર)ની અટકાયત કરી કુલ રૂ.૫૦,૬૭૫/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.