જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા મહેન્દ્રનગર ખાતે રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાયો : ૭૧ લોકો કોરોના પોઝિટિવ આવ્યા.
મોરબી જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ શ્રીમતી જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા દ્વારા મહેન્દ્રનગર ગામ ખાતે રેપિડ ટેસ્ટ કઈ ફ્રી ચેકઅપ નું આયોજન કરેલ હતું જેમાં રાજકોટ ના સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા તથા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ના માર્ગદર્શન હેઠળ આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું આ ટેસ્ટિંગ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ટેસ્ટ કરાવવા માટે પહોંચ્યા હતા જેમાં કોવિડ 19 ની ગાઈડલાઈન વચ્ચે યોજાયેલા ટેસ્ટિંગ કેમ્પમાં કુલ ૩૧૪ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ૨૪૩ લોકોના નેગેટીવ રિપોર્ટ જ્યારે ૭૧ વ્યક્તિઓ પોલીસ આવતા પોઝિટિવ આવેલ વ્યક્તિઓને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા ભાજપ દ્વારા પણ જુદી જુદી જગ્યાએ રેપિડ ટેસ્ટ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી મોરબી માં સંક્રમણ વધતું જઈ રહ્યું છે ત્યારે મોરબી જીલ્લા પંચાયત ના પ્રમુખ અને ઉપપ્રમુખની ટીમ દ્વારા જુદી જુદી જગ્યાએ લોકોને ત્વરિત મેડિકલ સારવાર મળી રહે એ માટે ધન્વંતરીરથનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજદિન સુધી અસંખ્ય લોકોએ તેનો લાભ લીધો છે તો બીજી બાજુ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા દ્વારા પણ લોકો વધુમાં વધુ ટેસ્ટ કરાવે તેવી અપીલ કરવામાં આવી છે.