મોરબી જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાની સુચના તથા પીઆઈ વી. બી. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબી લાલપર રોડ ઉપર આવેલ સીરામીક સીટી આઈ-૦૬ છઠ્ઠા માળે ફ્લેટ નં. ૬૦૨ વાળામાં આરોપી આયુષ નરેન્દ્રભાઇ મારવાડી બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડતો હોવાની બાતમીના આધારે રેઈડ કરી સ્થળ પરથી જુગાર રમતાં આયુષ નરેન્દ્રભાઇ મારવાડી, તપન પ્રશાંતભાઈ પટેલ, ધર્મીન જીતુભાઈ પટેલ, દર્શન બળદેવભાઈ પટેલ, યલીન રમેશભાઈ પટેલ, અભી જયસુખભાઈ પટેલ, મિત રજનીભાઈ પટેેલ તથા કેવલ મનહરભાઈ પટેલને રોકડ રૂ. ૮૫,૦૦૦/- તથા હ્યુંડાઈ વરના, કિયા કાર મળી કુલ રૂ. ૧૦,૮૫,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલ છે.
આ કામગીરીમાં પીઆઈ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, સંજયભાઈ મૈયડ, પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા, ભરતભાઈ મિયાત્રા, ભરતભાઈ જીલરીયા સહિતનાઓ રોકાયેલા હતાં.