પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાંકાંઠે ત્રાજપર નજીક એસ્સાર પેટ્રોલ પંપની સામે આવેલ ઓમ રેસિડનસી એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટ નંબર ૩૦૧માં આજે અચાનક કોઈ કારણોસર આગ ભભુકી ઉઠી હતી. જો કે આગ લાગી ત્યારે ફ્લેટમાં રહેતા મૂળ આંધ્રપ્રદેશના યોગેશ મુનિરતનમ હાજર ન હતા. આ બનાવની જાણ થતાં ૧૦૮, પોલીસ અને ફાયર બ્રિગ્રેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. આ ફ્લેટમાં કોઈ રહેતું ન હોય સદ્નસીબે જાનહાની ટળી હતી. રાહત અને બચાવની કામગીરી દરમ્યાન જાવીદ પઠાણ નામનાં એક વ્યક્તિને સામાન્ય ઇજા થતાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવી હતી. ફલેટ બંધ હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આગની ઘટનાને પગલે આસપાસનાં ફ્લેટમાં વસતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી લોકોમાં ભય વ્યાપી ગયો હતો. ફાયર બ્રિગ્રેડની ટીમે આગ પર કાબુમાં મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ પ્રાથમિક તબ્બકે આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટનાં કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.