પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા. ૧૩ના રોજ રવાપર ગામમાં રવાપર રેસીડન્સી પાછળ જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન-પતીનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમી રમતા નિર્મળભાઇ ભગાભાઇ બરબસીયા, જયદીપભાઇ રમેશભાઇ ભાડજા, ચેતનભાઇ ગંગારામભાઇ પારજીયા, સંદીપ ઉર્ફે કાશી જયંતીભાઇ રાકજા અને જય ઉર્ફે કારો ગંગારામભાઇ પટેલને ગંજીપતાનાં પાના નંગ-૫૨, તથા જુદાં જુદાં દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડ રૂ. ૩૦,૫૦૦/- સાથે ઝડપી પાડી મોરબી સીટી એ ડિવીઝન પોલીસે તમામ પાંચેય શખ્સો વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.