મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ રામભાઈ મંઢ તથા મહાવીરસિંહ પરમારને બાતમી મળી હતી કે શનાળા રોડ ઉપર આવેલ ભુદેવ સેલ્સ એજન્સીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવે છે જેને પગલે પોલીસે સ્થાનિક જગ્યાએ દરોડો પાડી સ્થળ ઉપરથી કામનભાઈ બીપીનચંદ્ર પંડ્યા (રહે. શ્રીજી સોસાયટી, કંડલા રોડ) , નુરુદિનભાઈ નજરઅલી કચરાણી (રહે.ખોજા સોસાયટી, કંડલા બાયપાસ) , શેષબહાદુર જંગબહાદુર સોનાર (રહે.ચિત્રા સોસાયટી મોરબી) , વિશાલભાઈ હરેન્દ્રભાઈ મહેતા (રહે .શ્રીજી સોસાયટી) અને નિલેશભાઈ કેશવજીભાઈ ઘોડાસરા (રહે .કેનાલ રોડ મોરબી)ને રોકડ રૂ.30,500/- સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં પીઆઈ બી. પી. સોનારા, જનકભાઈ પટેલ, રામભાઈ મઢ, પ્રફૂલભાઈ પરમાર, મહાવીરસિંહ પરમાર, મહેન્દ્રસિંહ ઝાલા, કિશોરભાઈ મિયાત્રા, મનસુખભાઈ દેગામડીયા, ભાનુભાઈ બાલાસરા, સમરતસિંહ ઝાલા, સંજયભાઈ બાલાસરા અને ભરતભાઈ હુંબલ સહિતનો સ્ટાફ રોકાયેલો હતો.