Friday, April 26, 2024
HomeGujaratમોરબી : ખાનપર ગામે 'ના પાડવા છતાં આઈસ્ક્રીમનાં પૈસા કેમ લીધા' તેમ...

મોરબી : ખાનપર ગામે ‘ના પાડવા છતાં આઈસ્ક્રીમનાં પૈસા કેમ લીધા’ તેમ કહી ચાર શખ્સોએ દુકાનદારને માર માર્યો

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા ભરતભાઈ કેશવજી જીવાણી (ઉં.વ.૪૯) એ આરોપી મુકેશભાઈ બચુભાઈ બોરીચા તથા અન્ય ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે રાત્રે ફરિયાદીની ખાનપર ગામે ખરાવાડમાં બસ સ્ટેશન પાસે આવેલ દુકાને આરોપી મુકેશભાઈ બચુભાઈ બોરીચાએ મુન્નાભાઈ બોરીચા પાસેથી આઈસ્ક્રીમનાં પૈસા લેવાની ફરિયાદી ભરતભાઈને ના પાડવા છતાં મુન્નાભાઈએ આઈસ્ક્રીમનાં પૈસા આપેલ હોય જે ફરિયાદીએ લેતા આરોપી મુકેશભાઈએ ફરિયાદી સાથે બોલાચાલી કરી અને આ બાબતનો ખાર રાખી અજાણ્યા ત્રણ ઈસમો સાથે લાલ કલરની કારમાં આવી ફરિયાદીને ગાળો આપી પાવડાનાં હાથા,પાઈપ તથા લાકડાનાં ધોકા વડે માર મારી ડાબા હાથે ફ્રેકચર, માથામાં ઈજા તથા શરીરે મુંઢ ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાનમી ફરિયાદનાં આધારે મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!