પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનાં સામાકાંઠે ફ્લોરા હાઉસમાં રહેતા કાલિદાસભાઈ ઉર્ફે કારૂભાઇ જાદવજીભાઈ માકસણાએ આરોપીઓ જગદીશભાઈ જોગાણી અને નિલેશભાઈ સાવલીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની પીપળી ગામની સીમમાં સેફોન સીરામીક ફેકટરી આવેલી હોય અને પોતે ટાઈલ્સનો વેપાર કરતાં હોય આરોપીઓએ કોઈપણ રીતે સીરામીક બાબતે માહિતી મેળવી ફોન કરી ફરિયાદી કાલિદાસભાઈને વિશ્વાસમાં લઈ ટાઈલ્સનાં કુલ બોક્સ નંગ ૧૭૫૦ કિં.રૂ.૪,૧૩,૮૨૬/- મંગાવ્યા હતાં જે ટાઈલ્સનાં બીલની રકમ ન ચુકવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી કર્યાની તેઓએ ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે ફરિયાદનાં આધારે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.