Wednesday, October 30, 2024
HomeGujaratમોરબીમાં ઓક્સિજન ની તાતી જરૂરીયાત હોય સિરામિક એસોસિએશન દ્વારા તાત્કાલિક ઓક્સિજન પ્લાન્ટ...

મોરબીમાં ઓક્સિજન ની તાતી જરૂરીયાત હોય સિરામિક એસોસિએશન દ્વારા તાત્કાલિક ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો

મોરબીમાં સિરામિક એસોસિએશન દ્વારા રોજનાં 1000 સિલિન્ડર રિફિલ થઈ શકે તેવો ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો

- Advertisement -
- Advertisement -

મોરબીમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ઓક્સિજનની તાતી જરૂરીયાત ઉભી થઈ છે ત્યારે મોરબી સીરામીક એસોસીએસનની ટીમના હોદેદારો દ્વારા રાત દિવસ એક કરીને અથાક પ્રયત્નો દ્વારા માત્ર ૬-૭ દિવસમા જ ૬૫ ટનની ક્ષમતા વાળો ઓકિસજન પ્લાન્ટન ઉભો કરી દીઘો છે જેમા જરુરી પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝીવ સેફટીનુ લાયસન્સ પણ સાંસદ મોહનભાઈ કુંડારીયાના પ્રયત્નોથી મળી ગયુ છે પરંતુ હવે આ પ્લાન્ટ માટે કેન્દ્ર સરકાર ઝડપથી લીક્વીડનો કોટો ફાળવી આપેતો આ પ્લાન્ટમા રોજના ૧૦૦૦ સીલીન્ડર ઓકિસજન રીફીલીંગ થઈ શકે તેમ છે

વધુમાં મોરબીની અલગ અલગ સંસ્થાઓના કોવિડ સેન્ટર અને પ્રાઈવેટ હોસ્પિટલ વાળાઓને બીજા જીલ્લામા રીફીલીંગ માટે મોકલવામા આવતા ઓકિસજન સીલીન્ડરમા વઘુ સમય લાગે છે અને જે તે જીલ્લાના કલેક્ટરના આદેશ મુજબ પાબંદી હોવાથી અને મર્યાદિત કોટો હોવાથી મોરબીની અલગ અલગ સંસ્થાઓના કોવિડ સેન્ટર અને પ્રાઈવેટ હોસ્પિટલોને સમયસર ઓકિસજનના મળતા મોટી હેરાનગતિ થઈ રહી છે જેથી દદીઁઓની મુશ્કેલીમા વઘારો થાય છે. આ સંજોગોમાં જો આ પ્લાન્ટને સમયસર લીક્વીડ કોટો મળી જાય તો મોરબીના તમામ જરૂરીયાત વાળા દદીઁને સમયસર ઓકિસજન મળી રહેશે પરંતુ લીક્વીડનો કોટો સમયસર મળે એ ખુબ જ જરુરી હોય આગેવાનો દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!