Saturday, December 28, 2024
HomeGujaratમોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા કાનજીભાઈ પરસોતમભાઈ હોથી પરિવાર ના સહયોગ થી...

મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા કાનજીભાઈ પરસોતમભાઈ હોથી પરિવાર ના સહયોગ થી સર્વજ્ઞાતિય ઓક્સિજન બોટલ વિતરણ શરૂ

ટુંક સમય મા ઓક્સિમીટર નુ પણ સર્વજ્ઞાતિય વિતરણ શરૂ

- Advertisement -
- Advertisement -

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શ્રી કાનજીભાઈ પરસોતમભાઈ હોથી પરિવાર ના સહયોગ થી તથા શ્રી નરેન્દ્રભાઈ ચિમનલાલ પુજારા પરિવાર ના સૌજન્ય થી સર્વજ્ઞાતિય ઓક્સિજન બોટલ વિતરણ સેવા શરૂ કરવા મા આવેલ છે.
પ્રવર્તમાન સમયે કોરોના વાઈરસે કાળો કહેર વર્તાવ્યો છે ક્યારે પ્રાણવાયુ (ઓક્સિજન) ની અછત ના કારણે લોકો ના મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિ માટે આ વિશેષ સેવા શરૂ કરવા મા આવી છે. ઓક્સિજન બોટલ મેળવવા માટે દર્દી નો RTPCR રિપોર્ટ, સી.ટી. સ્કેન રીપોર્ટ તથા આધારકાર્ડ ની ઝેરોક્ષ અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે જમા કરાવવા ની રહેશે તેમ સંસ્થા ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, ભાવીનભાઈ ઘેલાણી તથા પ્રતાપ ભાઈ ચગે યાદી મા જણાવ્યુ છે. તદઉપરાંત ટુંક સમય મા ઓક્સિમીટર નુ વિતરણ પણ શરૂ કરવા મા આવશે તેમ વધુ મા ઉમેર્યુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!