મોરબીમાં કોરોના મહામારી ના પગલે સરકારી ગાઈડલાઈન મુજબ આજે મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 74 માં સ્વતંત્રતા પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા અને ફક્ત પ્રોટોકોલ પૂરતી પોલીસ પરેડ યોજી ને સાદગી પૂર્ણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી
આ તકે મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલ દ્વારા જુદી જુદી જગ્યાઓ પર ફરજ બજાવતા કર્મચારીઓને શિલ્ડ અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં મોરબી જીલ્લામાં ગત વર્ષમાં ટંકારા નજીક ભારે વરસાદના કારણે પોલીસકર્મી પૃથ્વીરાજ જાડેજા દ્વારા બાળકીઓના જીવ બચાવ્યા હતા જેને લઈને તને રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલા જીવન રક્ષક પદક શિલ્ડ અને સરકાર તરફથી એક લાખ રોકડનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો
આ પર્વ ની ઉજવણી સમયે પીએસઆઈ આર પી જાડેજાએ પરેડનું સંચાલન કર્યું હતું આ તકે મોરબી ,જીલ્લા કલેકટર જે બી પટેલ,અધિક કલેક્ટર કેતન જોશી,મોરબી એસપી એસ આર ઓડેદરા,ડીવાયએસપી રાધિકા ભારાઈ,નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા સહિતના રાજકીય આગેવાનો અને પૂર્વ ધારાસભ્ય હાજર રહ્યા હતા અને 74 માં સ્વતંત્રતા પર્વ પર રાષ્ટ્રધ્વજને સલામી આપી ઉજવણી કરી હતી