મોરબીમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જેમાં ટંકારા, મોરબી માળીયા સહિતના તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો.
ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા તો બીજી બાજુ ભારે ઉકળાટ બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે બીજી બાજુ મોરબીના સમાકાંઠા વિસ્તારમાં વીજળી પડી હોવાના સમાચાર પણ પ્રાપ્ત થયા છે જો કે કોઈ જાન માલને નુકશાન થયાનું જાણવા મળેલ નથી મોડી સાંજથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ધીમી ધારે ચાલુ છે.