મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે જુના બસ સ્ટેન્ડ પાછળ રોડ પર પ્રવિણભાઈ જાદવજીભાઈ કગથરા ઉવ.૪૬ રહે. શનાળા તળાવીયા તા.જી. મોરબી વાળો જાહેરમાં કાળા-લીલા રંગની ડાયરીમાં વર્લી ફીચર્સના આંકડાઓ લખી રૂપિયાની હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાયો હતો. જેથી પોલીસે મોબાઇલ કિ.રૂ.૪,૦૦૦/- તથા રોકડા રૂ.૨,૮૯૦/- સહિત કુલ રૂ.૬,૮૯૦ના મુદ્દામાલ સાથે આરોપી પ્રવિણભાઈ કગથરાની અટક કરી તેની વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.






