Wednesday, September 16, 2026
HomeGujaratવાંકાનેરમાં દોઢ વર્ષથી ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવાયો

વાંકાનેરમાં દોઢ વર્ષથી ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવાયો

વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોરીના ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરાયેલી કામગીરી દરમિયાન દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. જીનપરા જકાતનાકા પાસે કોમ્બિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને વાંકાનેર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન જીનપરા જકાતનાકા પાસે કોમ્બિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ઘનશ્યામભાઈ રાજુભાઈ હળવદિયા ઉવ.૩૦ રહે. આવાસ ક્વાર્ટર લીલપર રોડ મોરબી વાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતો ફરતો હતો. આ ઉપરાંત આરોપી વિરુદ્ધ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ ઘરફોડ ચોરી મુજબનો ગુનો નોંધાયેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!