Saturday, November 23, 2024
HomeNewsMorbiમોરબી જીલ્લામાં કાળ ચક્ર : એક દિવસમાં જુદાં જુદાં ચાર બનાવમાં ચાર...

મોરબી જીલ્લામાં કાળ ચક્ર : એક દિવસમાં જુદાં જુદાં ચાર બનાવમાં ચાર વ્યક્તિઓએ આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું

મોરબીના લાલપર નજીક બાપા સીતારામ મઢુલી પાસેની ઓરડીમાં પત્ની સાથે અવારનવાર બોલાચાલી થતા યુવકની આત્મહત્યા

- Advertisement -
- Advertisement -

મોરબી વાંકાનેર હાઇવે પર આવેલ સીરામીક સિટીમાં રહતા ગૌરવ મહેશભાઈ જોશી નામના યુવાનને તેની પત્ની પાયલબેન સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જે બાબતે લાગી આવતા લાલપર ગામ નજીક આવેલ બાપાસીતારામ મઢુંલીમાં આવેલ ઓરડીમાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતા તત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે તાલૂકા પોલીસે મૃતકના પિતા મહેશભાઈ ભાવશંકર જોશીની ફરિયાદ નોંધી મોરબી તાલુકા પોલિસે તપાસ હાથ ધરી છે.

મોરબીમાં ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન યુવતીનું મોત
મોરબીની દફતરી શેરીમાં હીરા ભુવનના બીજા માળે રહેતી 26 વર્ષીય છાયાબેન પ્રવિણભાઇ મહેતાએ તેના ઘરે કોઇપણ કારણોસર ઝેરી દવા પી ગયા હતા. આથી, મોરબીની ખાનગી હોસ્પીટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતુ. આ બનાવની પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

માળિયા મી.ના ખાખરેચી ગામે વાડીમાં પરણિતાએ ઝેરી દવા પી લેતા મોત
માળીયા તાલુકાના ખાખરેચી ગામમાં સમીર ભાઈ અબ્બાસભાઈ ઘાંચી નામના ખેડૂતની વાડીએ મજૂરી કામ કરતી પરપ્રાંતીય મહિલા નમલીબેન નેવસિંગ નાયકા નામની 20 વર્ષીય પરિણીતાએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં પ્રથમ જેટપર. સીએચસી હોસ્પિટલમાં દાખલ કરી હતી જોકે પરિણીતાની તબિયત વધુ લથડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

ટંકારાના છત્તર ગામે ફિનાઈલ પી જતા યુવતીનું મોત
ટંકારાના છત્તર ગામે રહેતા રહીમભાઈ જુણાજની દીકરી રિયા (ઉ.વ. 18)એ ગઈકાલે તા. 9ના રોજ બપોરના બે વાગ્યાની આસપાસ કોઇપણ કારણોસર ફીનાઈલ પી લીધું હતું. આથી, તેનું મૃત્યુ નીપજ્યું હતુ. આ બનાવની નોંધ કરી ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!