મોરબીના પાવડીયારી કેનાલ પાસે આવેલ સીરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા મજુરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના પાવડીયારી કેનાલ નજીક આવેલ સિયારામ સીરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં ૫૭ વર્ષીય મોંટુસિંઘ વિજયસિંઘ ખુરમીએ કોઇ કારણસર દોરડા વડે ગળે ફાંસો ખાઇ લેતા મરણ હાલતમા સીરામીક ફેક્ટરીમાં તેની સાથે કામ કરતા પ્રવીણભાઇ તાવડ CHC જેતપર ખાતે લાવતા જ્યાં ફરજ પરના ડોક્ટરે મોન્ટુસિંઘને મરણ જાહેર કર્યા હતા. ત્યારે બનાવની જાણ મોરબી તાલુકા પોલીસ મથકમાં કરાઈ હતી. જેથી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ઇન્કવેસ્ટ પંચનામું કરી લાશને પીએમ અર્થે ખસેડવાની કારયુવાહી હાથ ધરી હતી. ત્યારે અકાળે મૃત્યુ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.