Tuesday, November 26, 2024
HomeGujaratદેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને દબોચી લઈ સુરત જેલ હવાલે કરતી મોરબી...

દેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને દબોચી લઈ સુરત જેલ હવાલે કરતી મોરબી એલસીબી

રાજકોટ જિલ્લા રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તેમજ મોરબીનાં એસ.પી. રાહુલ ત્રિપાઠીએ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી આચાર સંહિતા અમલમાં હોય જે અન્વયે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને એસ.ઓ.જી, ચાર્ટર મુજબની કામગીરી જેમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના કરેલ હોય જેથી કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાંચે દેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલા વધુ એક ઇસમને પાસા તળે ડીટેઇન કરી સુરત જેલમાં ધકેલતી દીધો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ જી.ટી.પંડયાએ આવા ગુનાઓમાં સંડોવાયેલ ઇસમનુ પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમ ઘણા લાંબા સમયથી ગુનાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય, આ ઇસમની સત્વરે અટકાયત કરવા માટે કે.જે.ચૌહાણ મોરબી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી.ના કર્મચારીઓની ટીમ બનાવી સામાવાળા સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં આવેલ ખાટડી ગમે રહેતો ૨૪ વર્ષીય મનોજભાઇ મોહનભાઇ સાગઠીયા ખાટડી ખાતેથી મળી આવતા તેને હસ્તગત કરી કોવીડ-૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવડાવી ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરી પાસા અધિનિયમ તળે પકડી પાડી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત, હવાલે કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!