મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાની સુચનાથી એલસીબી પીઆઈ વી. બી. જાડેજાની ટીમને મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ઈશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી માટે જરૂરી સુચના મળતા આરોપી ધવલ નરેન્દ્રભાઈ શુક્લ (ઉ.વ.૪૦, રહે હળવદ જોષી ફળી તા. હળવદ) વાળાને પાસા એક્ટ તળે ડીટેઈન કરી મધ્યસ્થ જેલ અમદાવાદ હવાલે કરવામાં આવ્યો છે