મોરબી એલસીબીએ વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી એલપીજી ગેસના કન્ટેનરમાં લઇ જવામાં આવતો 44,23,869ની કિંમતનો 975 પેટી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો
વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી આજે સતત બીજા દિવસે દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું હતું જેમાં ગઈકાલ આર આર સેલની ટીમે ગઈકાલે ડાક પાર્સલની આડમાં રાજકોટ લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો જેને હજુ 24 કલાક પુરી નથી થઈ એ પહેલાં જ વધુ એક દારૂ ભરેલું ટેન્કર પકડાયુ હતું.
મોરબી એસપી એસ.આર.ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈની સૂચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજા અને પીએસઆઇ એન બી ડાભીની ટીમને દારુ ભરેલું ટેન્કર વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થવાનું હોવાની માહિતી મળી હતી જેના આધારે એલસીબી ટિમેં વોચ ગોઠવતા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ભારતીય પેટ્રોલિયમ લખેલા એલપીજીનું શંકાસ્પદ કન્ટેનર ઉભું રખાવી ચેક કરતાં ટેન્કરમાં છુપાવીને લઈ જવામાં આવતા દારૂના જથ્થાનો પર્દાફાશ થયો હતો એલસીબી પોલીસે ટેન્કરમાંથી રોયલ ચેલેન્જ બોટલ ન.2088 કિંમત રૂપિયા 10,85,760/- , મેકડોવેલ્સ ન.૧ ની ૬૦૬૦ બોટલ કિંમત રૂપિયા 22,72,500/- ,એપિસોડ બોટલ નંગ 3552 કીમત રૂપિયા 10,65,600/- મળી કુલ 44,23,860 ની કિંમતનો 975 પેટી માં 11700 બોટલ વિદેશી દારૂ અને ટેન્કર,મોબાઈલ અને રોકડા 1900 રૂપિયા મળી કુલ રૂપિયા 64,30,760ની કિંમતનો મુદામાલ જપ્ત કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી આ મુદામાલ કોને આપવાનો હતો અને કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો તેની તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે મોરબી જીલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં સૌરાષ્ટ્રમાં ઘુસાડવામાં આવતો એક કરોડની કિંમતનો વિદેશી દારૂ જુદા જુદા ત્રણ દરોડા દરમ્યાન પકડી પાડ્યો છે ત્યારે મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન થી મોરબી અને સૌરાષ્ટ્ર ની હદ સુધી આવડો મોટો વિદેશી દારૂનો જથ્થો પહોંચી જાય છે એમ છતાં અન્ય જીલ્લાની પોલીસ દ્વારા કેમ પકડાતો નથી એ પણ મોટા સવાલો છે ત્યારે વચ્ચે આવતા રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવે તો આવડો જથ્થો પહોંચાડવાની હિંમત બુટલેગર કરતા ડરે હાલ મોરબી એલસીબી ટીમે અન્ય સંડોવણી ધરાવતા આરોપીઓનું પગેરૂ મેળવવા કવાયત હાથ ધરી છે.