Friday, April 26, 2024
HomeGujaratહળવદના જુના દેવળીયા ગામે જૂની અદાવત મામલે બે જૂથ વચ્ચે અથડામણ, સામસામી...

હળવદના જુના દેવળીયા ગામે જૂની અદાવત મામલે બે જૂથ વચ્ચે અથડામણ, સામસામી ફરિયાદ નોંધાઈ

બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના જુના દેવળીયા ગામે રહેતા વિજયભાઇ જયંતીલાલ અઘારા (ઉ.વ ૩૫) એ આરોપીઓ અભેસિંહ ઉર્ફે ચકુભા ધીરૂભા પરમાર, યુવરાજસિંહ અભેસિંહ પરમાર (બન્ને રહે નવા દેવળીયા, તા.હળવદ) અને ફિરોજ ઇસાભાઇ મીયાણા (રહે જુના દેવળીયા મોતીનગર વિસ્તાર, તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૪ના રોજ જુના દેવળીયા ગામે તળાવની પાળી પાસે વેગડાની ચાની કેબીન સામે બનેલા આ બનાવમાં ફરીયાદીએ આરોપીને દશેક માસ પહેલા માર મારેલ હોય. જેનુ મનદુ:ખ રાખી ફરીયાદીને આરોપી અભેસિંહ ઉર્ફે ચકુભાએ ગાળો આપી ધારીયાથી જમણી આંખના ઉપર કપાળના ભાગે તેમજ ડાબી બાજુએ સાથળના ભાગે એક-એક ઘા મારી તથા આરોપી યુવરાજસિંહએ છરી વતી ફરીયાદીને મારી નાખવાના ઇરાદે ગળાના ભાગે બે ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી તથા આરોપી ફિરોજભાઇએ છરી વતી ફરીયાદીને જમણા તથા ડાબા હાથના બાવળાના ભાગે ઘા મારી ઇજા કરી તથા ત્રણેય મળી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- Advertisement -
- Advertisement -

સામાપક્ષે અભેસિંહ ઉફૅ ચકુભા ધીરૂભા પરમાર (ઉ.વ.૫૦) એ આરોપીઓ વિજયભાઇ જયંતીભાઇ, અજય ઉફૅ બાચકી કિશોરભાઇ, અમીરભાઇ રસુલભાઇ મીયાણા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી સામે ફરીયાદીએ અગાઉ કેસ કરેલ હોય. જેનુ સમાધાન કરવાનુ કહી ત્રણેય આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી આરોપીઓએ લાકડાના ધોકા વડે માર મારી ડાબા હાથે ફેકચર કરી તથા ઢીંકાપાટુનો માર મારી મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!