ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓ માટે સેવા અને સંવેદનાનું અનોખું કાર્ય હાથ ધરતા લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા વધુ એક વખત “મહા મેગા વિતરણ કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ દરમિયાન પક્ષીઓ માટે ઉપયોગી વિવિધ 17 પ્રકારની વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે, જેમાં કેટલીક વસ્તુઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવશે.
મળતી માહિતી મુજબ, લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા તા. 10/05/2026, રવિવારના રોજ સાંજે 6 થી 10 વાગ્યા દરમિયાન નરસંગ ટેકરી ચોક, રવાપર રોડ, મોરબી ખાતે વિશાળ સેવા કેમ્પ યોજાશે. કેમ્પમાં ચકલીના માળા, માટીના પાણી અને ચણના કુંડા, માટીના બર્ડ નેસ્ટ સહિતની અનેક વસ્તુઓ મફતમાં આપવામાં આવશે. સાથે જ ઓટો બર્ડ ફીડર, પ્લાસ્ટિક બર્ડ ફીડર, ડેકોરેટિવ માળા, સ્ટેન્ડ અને અન્ય સામગ્રી પણ સેવા હેતુસર બજાર ભાવ કરતાં ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કેમ્પમાંથી એકત્ર થતી તમામ રકમ અબોલ પશુ-પક્ષીઓની સેવા માટે જ વાપરવામાં આવશે. ઉપરાંત મોરબી પાંજરાપોળ માટે દાન પેટી તેમજ ગાયના ગલ્લા પણ ઉપલબ્ધ રાખવામાં આવશે. આયોજકોએ લોકોને રૂબરૂ ઉપસ્થિત રહી સેવા કાર્યમાં સહભાગી થવા અને સાથે કેરી બેગ લાવવા અપીલ કરી છે. લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ માટે પણ ડોનેશન સ્વીકારવામાં આવશે તેમજ ઓનલાઇન ડોનેશનની સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે. વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર 83482 12345 પર સંપર્ક કરવા જણાવાયું છે.





